મોરબી એસઓજી ટીમે નવ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપ્યા

0
30

મોરબીના એસ.ઓ.જી ટીમે બે શખ્સો ને 9 કિલોથી વધુ ગાજાના જથ્થા સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી શહેરમાં ગાંજાની હેરાફેરી કરતી ગેંગને ઝડપી લઈને ધોરણસરની પૂછપરછ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા સૂચનાથી મોરબીના એસ.ઓ.જી ટીમના પી.આઈ. સલીમ સાટી સહિતનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે એક રિક્ષામાં ગાજાની હેરાફેરી કરતા હોવાની માહિતી મળતા એસ.ઓ.જી. ટિમ વોચમાં હતી ત્યારે રામચોક નજીકથી જી.જે ૩ એ.યુ ૬૮૦ નમ્બર ની રીક્ષા નીકળતા તેને ચેક કરતા તેમાંથી 9.568 કિલો ગાજનો જથ્થો આવ્યો હતો

જેને પગલે એસઓજી ટીમે રીક્ષામાં સવાર હાજી ગનીભાઈ ભટ્ટી, હિતેશ પીતાંબર મારવાડી એમ બે શખ્સોને ઝડપી ગાંજાનો જથ્થોની કિંમત ૫૭૪૦૭, બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૦૦ હજાર, રીક્ષા કિંમત રૂપિયા ૨૫૦૦૦ અને રોકડ રૂપિયા ૨૬૦ આમ કુલ મળી ૮૩,૬૬૭ નો મુદમાલ જપ્ત કર્યો હતો.

આ અંગે એસ.ઓ.જી ટીમે એ ડિવિઝન ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આ જથ્થો ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો અને કેટલા સમયથી આ હેરાફેરી કરતા તેમજ બીજા કોઈ ની સંડોવણી છે કે નહીં તેની તપાસ એ ડિવિઝન પી.આઈ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે

રિપોર્ટર રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY