ન્યુ દિલ્હી,તા.૧
આજે ૧ ઓક્ટોબરથી ખાસ કરીને અર્થતંત્રને લગતા સાત નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે. આજથી સ્મોલ સેવિંગ ડિપોઝિટ પર વધુ વ્યાજ મળશે. કોલડ્રોપ થવા પર મોબાઇલ ઓપરેટર કંપનીઓએ ભારે દંડ ચૂકવવો પડશે. સાથે જ પીએનજી દ્વારા સપ્લાય કરવામાં આવતો રાંધણગેસ મોંઘો થશે.
આજથી પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ, એનએસઇ, કેવીપી, રિકરિંગ ડિપોઝિટ, ટાઇમ ડિપોઝિટ, મંથલી ઇન્કમ એકાઉન્ટ વગેરે લઘુ બચત યોજનાઓ પર વધુ વ્યાજ મળશે.
આજથી એસબીઆઇએલ કાર, ઓટો અને પર્સનલ લોનના વ્યાજદર વધાર્યા છે તેથી આ લોન મોંઘી થશે. પીએનબીએ પણ ટૂંકા અને લાંબા ગાળાની લોન પર એમસીએલઆર વધારતા હવે તેની લોન પણ મોંઘી થશે.
આજથી પેટ્રોલિયમ મંત્રાલયે નેચરલ ગેસના ભાવ વધારતા એલપીજી સિલિન્ડર (રાંધણગેસ), સીએનજી-પીએનજી પણ મોંઘા થશે. એટલું જ નહીં વિમાનના ઇંધણના ભાવમાં પણ દારો થયો છે.
આજથી ઇ-કોમર્સ કંપનીઓએ જીએસટી સિસ્ટમ હેઠળ સ્રોતથી કરવેરાની કપાત કરવી પડશે. જીએસટી કાયદા હેઠળ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સની જાગવાઇનો આજથી અમલ થશે. નોટિફાઇડ એનટીટીસ દ્વારા રૂ. ૨.૫૦ લાખથી વધુ જીએસટીના સપ્લાય પર એક ટકો ટીડીએસ કાપવો પડશે.
કોલડ્રોપ ફરીથી રોકવાની દિશામાં આજથી નવી પહેલ શરૂ થશે. કોલડ્રોપ બદલ મોબાઇલ ઓપરેટર કંપનીઓએ ભારે દંડ ચૂકવવો પડશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે આજે ૧ ઓક્ટોબરથી કોમોડિટી ડેરીવેટિવ્ઝમાં બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બીએસઇએ જણાવ્યું છે કે કોમોડિટી બજાર શરૂ કરવાના પ્રથમ વર્ષમાં કોઇ ટ્રાન્ઝેક્શન ટેક્સ લેવાશે નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





