મુંબઈ,તા.૧
બોલિવૂડમાં હાલ સ્ટારકિડને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જહાનવી કપૂર, સારા અલી ખાન અને હવે વધુ એક સ્ટારકિડને લોન્ચને કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સુનીલ શેઠ્ઠીની પુત્રી અથિયા શેઠ્ઠીએ અમુક ફિલ્મો કરી છે અને હવે સુનીલ તેમના પુત્રને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે સુનીલ શેઠ્ઠીનો દિકરો અહાન શેઠ્ઠી જલ્દી ફિલ્માં અભિનય કરતા જાવા મળશે. ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ સાઉથ ભારતીય ફિલ્મ આરએક્સ ૧૦૦ના રીમેક ખરીદ્યા છે. તેઓ આને હિન્દીમાં અહાન સાથે બનાવશે.
ઉલ્લેખનીય છે કે સાજીદે ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન જેવા સ્ટાર્સને બોલિવૂડમાં લોન્ચ કર્યા છે અને હવે તેઓ અહાનના કરિયરમાં રસ લઇ રહ્યા છે.
અહાન હાલ તો તૈયારીઓ કરી રહ્યા છે. અહાન અભિયાનના સાથે સાથે ડાન્સ પણ શીખી રહ્યા છે અને જિમમાં પણ જઈ રહ્યા છે. અહાનની પહેલી ફિલ્મનું નિર્દેશન મિલન લથુરીયા દ્રારા કરવામાં આવશે. હવે જાવાનું એ છે કે અહાનની પહેલી ફિલ્મની હિરોઈનના રૂપમાં ક્્યાં નવા ચહેરાને લેવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





