દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ : રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું

0
8

હિંમતનગર,તા.૧
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર થયેલા રેપના વિરોધમાં આજે હિંમતનગરનું રાયગઢ ગામ સજ્જડ બંધ રહ્યું છે. ગામના તમામ લોકો સ્વયંભૂ બંધમાં જાડાયા હતા. ગામના તમામ લોકો બંધમાં જાડાયા છે. ગામની મુખ્ય બજારમાં એક પણ દુકાન ખુલી નથી. બંધ પહેલા ગામના લોકોએ રાત્રે કેન્ડલ માર્ચ કાઢી હતી.
બીજી તરફ ઢુંઢર ગામ ખાતે બાળકી પર થયેલા રેપના મામલે વિરોધ પ્રદર્શન કરતા હિંમતનગરના ગામડી ગામ ખાતે હાઇવે પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. હિંમતનગર-શામળાજી હાઇવે પર અજાણ્યા લોકોએ બળાત્કારની ઘટનાનો વિરોધ કરીને હાઇવે વચ્ચે જ ટાયરો સળગાવ્યા હતા.
બળાત્કારનો ભોગ બનેલી દોઢ વર્ષની બાળકીની હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાવના દિવસે જ મોડી રાત્રે બાળકીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. અહીં તાત્કાલિક તેના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY