સુરત, તા.૨
કડોદરા સુરત રોડ હસ્તી માર્ટની બાજુમાં આવેલા બેન્ક અોફ બરોડાની શાખામાં રૂપિયા ભરવા જનારના રૂપિયા ૨૨૦૦૦ રોકડા બે અજાણ્યા વ્યકિત તફડાવી ગયા હતા અને નોટના બદલે કાગળોના ટૂકડા થંભાવી ગયા હતા.
પુણા પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા બમરોલી રોડ વિસતનગરમાં રહેતો જીતેન્દ્રકુમાર રામબહાદુર નિસાદ પુણા આઈમાતા ચોક પાસે આવેલ બેન્ક ઓફ બરોડાની બ્રાંચમાં રૂપિયા ૨૨૦૦૦ જમા કરાવવા લાઈનમાં ઊભો હતો. ત્યારે બે અજાણ્યા વ્યકિતએ આવીને ફરિયાદીને કાળી પ્લાસ્ટિકની બેગ બતાવતા રૂ. ૫૦ હજાર હોવાનું જણાવ્યું હતું. આ ૫૦ હજાર રૂપિયા લઈને ફરિયાદી પાસેના રૂ. ૨૨૦૦૦ છૂટા માગી ગણતરી કરવાના બહાને બેન્કની બહાર લઈ જઈ કાગળની થપ્પી વાળી બેગ પકડાવી રૂ. ૨૨૦૦૦ રોકડા લઈને છૂમંતર થઈ ગયા હતા. પૂણા પોલીસે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



