એસટી બસ સળગાવી દેવાના કેસમાં નિખિલ સવાણીની જામીન અરજી પર આજે ચૂકાદો

0
8

સુરત, તા.૨
આજથી ત્રણેક વર્ષ પહેલાં વરાછા યોગીચોક ખાતે એસટી બસ સળગાવી નાખી રૂ. ૧૧.૫૦ લાખનું નુકસાન કરવાના ગુનામાં લાજપોર જેલમાં રહેલા પાસના અગ્રણી ીનખિલ સવાણીની જામીન અરજીનો ચુકાદો સાંજ સુધીમાં આવશે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન વરાછા યોગીચોક ખાતે ગત તા. ૧૪/૨/૨૦૧૬ના રોજ એસટી નિગમની બસને આગ લગાડી રૂ. ૧૧.૫૦ લાખનું નુકસાન કરવામાં આવ્યું હતુ઼. સરથાણા પોલીસ મથકમાં ૪૦ વ્યકિતઓના સમૂહ વિરુદ્ધ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ વર્ષ પછી પાસના કન્વીનર નિખિલ સવાણીની ધરપકડ કરી હતી. ગત તા. ૨૦/૨/૧૮ના રોજ પોલીસે તેની ધરપકડ કરી તા. ૨૩/૨/૧૮ના રોજ જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાદ્વારા એક જામીન અરજી કવરામાં આવી હતી. જેની સુનાવણી પુરી થતા સાંજ સુધીમાં ચુકાદો આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટના ગુનામાં આરોપી મિહાર મોવલિયા, મહેન્દ્ર બાલદા, હાર્દિક સોજીત્રા તથા જીગ્ïનેષ જામીન પર છે. એસટી નિગમની બસને ૧૧.૫૦ લાખનું નુકસાન કરવામાં આવ્યું હોવાનું પોલીસે તેમની એફઆઈઆરમાં જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY