અંકલેશ્વર રાજપીપલા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ

0
6

બે મહિનામાં સતત ત્રીજી વખત બની આગની ઘટના
અંકલેશ્વર, તા.૨

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આગ લાગવાનો સીલસીલો યથાવત રહેતા વધુ એક વાર પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અને લાકડાના જથ્થામાં આગની ઘટના બનવા પામી છે .આ ઘટનામાં અંદાજે ત્રણ જેટલા ફાયર ફાયટરોએ આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો .
ઘટના અંગે જાણીએ તો આગાઉની જેમ તારીખ પહેલી માર્ચ ૨૦૧૯ની મોડી રાત્રે રાજપીપલા રોડ પરના શાંતિનાગર પાસે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ લાકડાનો જથ્થો પણ ભીષણ આગની લપેટમાં આવી ગયો હતો. આગને પગલે લોક ટોળા ઉમટી પડતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ડીપીએમસીના ત્રણ જેટલા ફાયર ફાઈટરોએ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગાઉ બે ભીષણ આગની ઘટનાને ધ્યાને લઇ કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે .
ખાસ નોંધવું રહ્યું કે મધ્ય રાત્રી એ બનેલ આગની ઘટના ધોરી માર્ગ થી ઘણે દૂર હોવાની મોટી દુર્ઘટના બનતા અટકી હોય તે વાત ને નકારી શકાય તેમ નથી ત્યારે જીઆઇડીસી પોલીસે પણ આકસ્મિક આગ અંગેની અને વ્યાપક નુકશાન અંગેની જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY