કાલે રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે ડાંગ દરબારનું ઉદ્ઘાટન થશે

0
29

ડાંગના રાજવીઓની શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
આહવા, તા.૧૫
ડાંગ જિલ્લાની ભાતિગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ભવ્ય લોકમેળાનો તા.૧૬મી માર્ચ, ૨૦૧૯નાં રોજ સવારે ૧૧ વાગ્યે, રાજ્યના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે કરાશે.
તે પૂર્વે સવારે ૯ઃ૩૦ વાગ્યે ડાંગના રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, આહવાના મુખ્ય માર્ગો ઉપર ફરીને, રંગ ઉપવન ખાતે પધારશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે નિકળનારી આ શોભાયાત્રામાં શણગારેલી બગીઓમાં સવાર થઇને, ડાંગના માજી રાજવીઓ તેમના પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.
રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે આ રાજવીઓને બા અદબ પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે, તેમનુ પારંપરિક સ્વાગત પણ કરાશે.
તા.૧૬ થી ર૦ માર્ચ, ૨૦૧૯નાં દિવસો દરમિયાન આહવાના આંગણે યોજાઇ રહેલા આ ડાંગ દરબાર દરમિયાન દરરોજ સાંજે ૭ઃ૩૦ વાગ્યે રંગ ઉપવન ખાતે સ્થાનિક ડાંગી નૃત્યો સહિત વેસ્ટ ઝોનના કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરાશે. જેનો મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને લાભ મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY