સુરત, તા.૨૦
સલાબતપુરા ખરવર નગર ખાતેથી પસાર થતા એક વેપારીના શર્ટના ગજવામાંથી મોબાઈલ ફોનની લૂ઼ંટ કરવામાં આવી ફરાર થઈ જતા હતા તે વખતે ફરિયાદીએ તેમનો પીછો કરતા લાતો મારી નીચે પાડી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાતા પોલીસે આઈપીસી-૩૯૨ લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી- કોસાડ રોડ પર સૂર્યનગર સોસાયટી ખાતે રહેતા મયુરભાઈ દિનેશ શર્મા રહે છે. તેઓ ગત રાત્રે ખરવર નગર સોસાયટી પાસેથી પોતાની મોટર સાઈકલ લઈને પસાર થતા હતા ત્યારે મોટર સાઈકલ પર આપેલા બે અજાણ્યા ઈસમોએ તેમના શર્ટના ગજવામાંથી રૂ. ૮ હજારની કિંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, વેપારીએ તેમનો પીછો કરતા લૂંટારૂઓએ તેમને લાતો મારી નીચે પાડી દઈ ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. પોલીસે લૂંટમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



