સુરત, તા.૨૦
કામરેજ-માંકણા ગામના ગરનાળા પાસે ગોળકુંડાળુ વાળી તીનïપત્તીનો જુગાર રમતા ૧૩ જુગારીઅોને પોલીસે ઝડપી પાડી મોટર સાઈકલ, રોકડા, મોબાઈલ ફોન મળી કુલ્લે ૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજમાં માંકણા ગામના ગરનાળા પાસે ગોળકુંડાળુવાઇળીને તીનપત્તીનો જુગાર જ્ઞાનેશ્વર પાટીલ, સૂરજનાથ શાહુ, હુસેન પઠાણ, ભટુભાઈ પાટીલ, ભાવ સાહેબ પાટીલ, ચેતનભાઈ ભોય રવીન્દ્ર મરાઠા, ભરતભાઈ ભરવાડ, નવીન ચૌહાણ, ભરત સીસોદીયા, મંગાભાઈ રાઠોડ વિગેરેઓ રમતા હતા.કામરેજ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડતા પોલીસે રોકડા રૂ. ૨૯૩૬૦/- ૪ નંગ મોટર સાઈકલ, મોબાઈલ ફોન મળી કુલ્લે ૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઅોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને પોલીસ મથકમાંથી જામીન મુકત કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



