સિક્યુરિટી સર્વિસ કંપનીના બેન્ક ખાતામાંથી રૂ. ૨ લાખ ગાયબ

0
4

સુરત, તા.૨૦
ઉમરા એસવીએનઆઈટી કોલેજ કેમ્પસમાં આવેલી એસબીઆઈ બેંકના જય ભગવાન સિક્યુરિટી સર્વિસી બેન્ક એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઈસમે બે લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર ફરી ઉપાડી લઈ ફરાર થઈ જતા ચાલકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ખટોદરા ચોસઠ જાગાણી માતાના મંદિર પાસે પ્રેસિડેન્ટ મોટર્સની ઉપર જય ભગવાન સિક્યુરિટી સર્વિસ છે. તેઓનું બેન્ક એકાઉન્ટ એસવીએનઆઈટી કોલેજ કેમ્પસમાં આવેલી એસબીઆઈ બેંકમાં આવેલું છે. ડિસેમ્બર ૨૦૧૮થી આજદિન સુધીમાં તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. બે લાખ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી ઉપાડી લઇ ફરાર થઈ ગયો હતો. ઉમરા પોલીસે આઈટી એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY