મેડિકલ સ્ટોર ખોલવા માટે રૂ. ૫૦ લાખનું દહેજ સાસરિયાએ માંગ્યું

0
7

પિયરમાંથી જંગી રકમ નહીં લાવતા પરિણીતાને ત્રાસ
સુરત, તા.૨૬
મેડિકલ સ્ટોર ખોલવા માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરનાર સાસરિયા સામે પરિણીતાએ ન્યાય માટે મહિલા પોલીસ સ્ટેશનની દરવાજા ખટખટાવ્યા હતા.
મહિલા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ, ચિત્રકૂટ સોસાયટીમાં રહેતાં ભાવિક રતિલાલ કેસુર રતિલાલ નાનજી કેસુર મીનાબેન રતિલાલ, પીયૂષ શાંતિલાલ, હેતલ પીયૂષ નિલમ રતિલાલ વિરુદ્ધ પરિણીતાએ આપેલી ફરિયાદ મુજબ લગ્નના બે માસ બાદ પતિ સહિતની સાસરિયાએ શારીરિક- માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે રૂપિયા ૫૦ લાખની માંગણી કરી મારઝૂડ કરવામાં આવતી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY