તક્ષશિલા : ટયુશન સંચાલકની જામીન અરજીની સુનાવણી ટળી

0
2

ડીજીપી નયન સુખડવાળાએ પોલીસ પેપર્સ વાંચવા માટેનો સમય માગ્યો
સુરત, તા. ૧૩
સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડની આગની દુર્ઘટનામાં સંકળાયેલા ટયુશïન સંચાલક દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ પોલીસ પેપર્સ વાંચવા માટે નો સમય માગતા અદાલતે મુદ્દત અરજી મંજૂર કરી હતી. હવે આ જામીન અરજીની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે
આ કેસની ટૂંકી વિગતો એવી છે કે, લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના મતગણત્રીના બીજા દિવસે સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડના ટયુશન કલાસમાં એસી કોમ્પ્રેસરના આઉટલેટમાં શોર્ટ- સરકીટ થતા ભીષણ આગ લાગી હતી. આ આïગમાં ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યાં હતા. સરથાણા પોલીસ મથકમાં પોલીસે આઈપીસી-૩૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધી આ ગુનાની તપાસ કરી રહેલા ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. બે દિવસ પહેલાં ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણીએ રજૂ કરેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન આજે ડીજીપી નયન સુખડવાળાએ પોલીસ પેપર્સ વાંચવા માટેના સમય માગી રજૂ કરેલી મુદ્દત અરજી અદાલતે મંજૂર કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY