લેણદારે પૈસા ચૂકવી દીધા છતાં પણ ઉઘરાણી ચાલુ રાખી
સુરત, તા. ૧૩
વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ વ્યાજખોર કનુ પરમાર લેણદાર પાસે રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા રણુજાધામ સોસાયટીમાં રહેતા ગૌરવભાઈ હરિભાઈ ચોથાણીએ આરોપી કનુભાઈ હનુભાઈ પરમાર (રહે. માધવબાગ, પરવટ પાટિયા) વિરદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયડાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ આરોપી પાસેથી વ્યાજ રૂપિયા લીધા હતા. વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ રૂપિયા પડાવવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરાછા પોલીસે ફરિયાદ નોંધી પો.સ.ઈ. એ.એન. જાનીએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




