રોકડા રૂ. ૧.૧૬ લાખ કબજે કરાયા
સુરત, તા. ૧૩
વરાછા અને ઉધના પોલીસે જુગારધારા અન્વયે બે કેસ કરી નવ જુગારીની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧.૧૬ લાખ કબજે કર્યા હતા. વરાછા પોલીસે નવ જુગારીઓને ઝડપી પાડી જુગારïધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરાછા પોલીસે બાતમીના આધારે વરાછા નિલકંઠ નગર પ્લોટ નં. ૩૬૯માં જુગાર રમતા ગોવિંદ આહિર, ભરત હકા, પ્રવીણ કળસરિયા, શંભુ મકવાણા, ભરત નાથાણી, નાસીર ઉમર, અનિલ દેવ મોરારીની ધરપકડ કરી રોકડા રૂપિયા ૪૪,૨૬૦ કબજે કર્યા હતા. જ્યારે ઉધના પોલીસે રોડ નં. ૧૩, મહાકાલી નગરમાં જુગાર રમતા વિનોદ છબીલભાઈ મિસ્ત્રી, રઉફ, અબ્બાસ કુરેશીની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૨,૬૫૦ કબજે કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



