દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત વલસાડમાં ૯, નવસારીમાં ૧૦ ડીગ્રી

0
15

સુરતમાં લઘુતમ ૧૨ ડીગ્રી તાપમાન નોંધાયું
સુરત, તા.૮
ઉત્તર દિશાથી ફુંકાઈ રહેલ ઠંડા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો વધ્યો છે. આજે નવસારીમાં ૩ ડીગ્રી તાપમાન વધ્યું છે. જ્યારે વલસાડ અને સુરતમાં એક ડીગ્રી ઠંડી વધી છે. આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૮.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૨.૫ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૫ મિલીબાર નોંધાયું છે. ગતરોજની સરખામણીએ સુરત શહેરમાં ૧ ડીગ્રી તાપમાન ઘટ્યું છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનતમ તાપમાનમાં ૩ ડીગ્રીનો વધારો થતા ૧૦ ડીગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૭ ડીગ્રી નોîધાયું હતું. નવસારી વાસીઅોને છેલ્લા એક સપ્તાહ બાદ ઠંડીથી રાહત મળી હતી. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૯.૧ ડીગ્રી નોંધાયું છે.
દક્ષિણ ગુજરાતમાં આજે ગતરોજની સરખામણીએ ઠંડીનો ચમકારો અોછો અનુભવાઈ રહ્ના છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ આગામી સપ્તાહથી ઠંડીનો જાર ધીમે ધીમે ઘટતો જશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY