પ્રિયંકાના લગ્નનું ગેસ્ટ લિસ્ટ જાહેરઃ સલમાનને મળ્યું આમંત્રણ

0
11

મુંબઈ,તા.૩૧
પ્રિયંકા ચોપડા અને નિક જાનાસના લગ્નની બધી જગ્યાએ ચર્ચા છે. આ બંનેએ લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા અને નિકના લગ્નનો સમારંભ ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી જાધપુરમાં યોજાશે અને એનું ઇન્વિટેશન નવેમ્બરના મધ્યમાં મોકલવામાં આવશે. હાલમાં એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ દ્વારા પ્રિયંકાના લગ્નનું ગેસ્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌથી મોટું નામ સલમાન ખાનનું છે. ન્યૂઝ પોર્ટલની માહિતી પ્રમાણે પ્રિયંકાએ બોલિવૂડમાંથી જે સેલિબ્રિટીઝને આમંત્રણ આપ્યું છે એમાં સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, ફરહાન અખ્તર તેમજ સિદ્ધાર્થ રોય કપૂર શામેલ છે.
આ લિસ્ટમાં સલમાનનું નામ રસપ્રદ ઘટના છે કારણ કે હાલમાં જ પ્રિયંકાએ લગ્ન માટે સલમાનની ફિલ્મ ‘ભારત’ છોડી દીધી હતી. આ પછી બંનેના સંબંધોમાં સમસ્યા ઉભી થઈ હોવાના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા જાધપુરના ઉમેદ ભવન પેલેસમાં સાત ફેરા લેશે અને લગભગ ૧૫૦૦-૨૦૦૦ લોકોને ઇન્વિટેશન આપવામાં આવશે. નિક તરફથી પણ ૧૦૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY