સુરત, તા.૮
માંડવી-સઠવાવ ગામના કોળી ફળીયુ, ખેતર પાસે જમીન વહેîચણી બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ખેડૂત તથા તેની પત્નીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંડવી પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી તાલુકાના સઠવાવ ગામના કોમી ફળીયા પાસે રમણભાઈ શુકરીયાભાઈ ચૌધરી રહે છે. તેઓ ખેડૂત છે. ગતરોજ સુમજીભાઈ ચૌધરી અને સાગરભાઈ સુમજીભાઈ ચૌધરી વગેરેઓએ બાપદાદાની જમીન વહેંચણીના મામલે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી રમણ ચૌધરી તથા તેની પત્નીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



