વાલીઓ કિશોરીને રાખવા અસમર્થ બનતા બાળ સંરક્ષણ ગૃહનો આશરો

0
32

અભયમ મહિલા હેલ્પલાઈને કિશોરીને બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય અપાવ્યો
નવસારી, તા.૧
૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમને નવસારીથી એક વ્યકિતનો ફોન આવ્યો હતો કે, એક નાની બાળકી ગઇકાલથી અહી છે. જેને મદદ કરવા માટે જણાવ્યું હતું. કોલ મળતાં ૧૮૧ અભયમ ટીમ તરત જ સ્થળ પર પહોîચી કિશોરી સાથે વાતચીત કરતાં તેના વાલી-વારસો ન મળી શકવાને કારણે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
૧૮૧ અભયમ ટીમને મળેલી માહિતી મુજબ સાત વર્ષની કિશોરી વલસાડ બાજુથી બસમાં તેની મમ્મી સાથે નવસારી આવી હતી. નવસારી ગ્રીડ પાસે દીકરીને એકલી મૂકી ઉતરીને નીકળી ગયા હતાં. કિશોરીની પાસે બેસેલી એક વૃધ્ધાએ તેની મમ્મીની શોધખોળ કરતા મળી આવેલ નથી. જેથી વૃધ્ધાએ કિશોરીને એકલી ન મૂકતા તેમના ઘરે લઇ ગઇ હતી. બીજા દિવસે પણ કિશોરીની મમ્મીનો સંપર્ક ન થતાં અભયમ ટીમને જાણ કરી કિશોરીના મમ્મીને શોધી આપવા જણાવ્યું હતું.૧૮૧ અભયમ ટીમે નવસારીમાં ઘણી જગ્યાએ શોધખોળ કરતાં કિશોરીને મમ્મી મળી આવી ન હતી. જેથી કિશોરી સાથે આત્મીયતા બતાવી વાતચીત શરૂ કરતાં જાણવા મળી હતી કે હોન્ડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૨ માં અભ્યાસ કરે છે. જેથી અભયમ ટીમ શાળામાં પહોîચતા મુખ્ય શિક્ષકે જણાવેલ કે આ કિશોરી અમારી શાળામાં અભ્યાસ કરે છે પરંતુ તે ઘણી અનિયમિત છે. કિશોરીના મામાનું સરનામું મળતા તેઅોને બોલાવવામાં આવ્યા હતાં. તેઓએ જણાવ્યું કે, તેની મમ્મી બહાર ફર્યા કરે છે અને દિકરીનું ધ્યાન રાખતી નથી. તેમની મોટી દિકરીને પણ કોઇ ભાઇ ભણાવે છે. આ કિશોરને રાખવા અસમર્થ દર્શાવતા કિશોરીને બાળ સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવા મોકલી આપવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY