અમૂલે દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોને ફાયદો, શહેરીજનોને ફટકો

0
9

આણંદ,તા.૧૦
ચરોતરના પશુપાલકો માટે હાલ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. તો શહેરીજનો માટે મોંધવારીમાં વધુ એક પાટૂ મારતો નિર્ણય અમૂલે લીધો છે. તમને જણાવી દઇએ કે, ચરોતર સહિત ઉ.ગુજરાતમાં સૌથી વધુ લોકો પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે દૂધમાં ભાવવધારો કરી અમૂલે ખેડૂતોના ચહેરા પર એક નાની સરખી મુસ્કાન લાવવાનો પ્રયત્ન કર્યો છે.
હાલ મળતી માહિતી અનુસાર, અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે ૨૦નો વધારો, જ્યારે ગાયના દૂઘમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૯.૩૦નો વધારો કરતા લોકોમાં અનેરી ખુશીનો માહોલ દેખાઇ રહ્યો છે. અમૂલે કરેલો દૂધમાં વધારો આજથી અમલી બનશે.
અગાઉ ભેંસના દૂધના પ્રતિકિલો ફેટે ૫૯૦ રૂપિયા ચૂકવાતા હતા, જે હવેથી પશુપાલકોને ૬૧૦ રૂપિયા ચૂકવવામાં આવશે, તેવી રીતે ગાયના દૂઘમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૨૬૮ અપાતા હતા, જે હવે વધીને ૨૭૭.૩૦ રૂપિયા આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY