ખોટુ પેઢીનામુ રજૂ કરનાર ઉમેદવાર અઝીમ ખાન પઠાણ સામેગુનો દાખલ

0
7

બે કરતા વધુ સંતાનો હોવા છતાં ખોટુ પેઢી નામુ બનાવી અઝીમ ખાને ચૂં૭ણી લડવા ઉમેદવારી નોંધાવી હતી
સુરત, તા. ૨૭
કડોદરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં બે બાળકો કરતા વધુ બાળકો હોવા છતાં પણ હકીકત છૂપાવી ખોટુ પેઢીનામુ કરનાર એક ઉમેદવાર સામે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાના કડોદરાના અમૃતનગર ખાતે અઝીમખાન સમીમ ખાન પઠાણ રહે છે. તાજેતરમાં કડોદરા નગરપાલિકાની થયેલી સામાન્ય ચૂંટણીમાં અઝીમખાન પઠાણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેઅોને બે કરતા વધુ બાળકો હોવા છતાં પણ બાળકની હકીકત છૂપાવી રાખી ખોટુ પેઢીનામું કરી ઉમેદવારી કરી હતી. વોર્ડ નંબર ૪ના આ ઉમેદવાર સામે પલસાણાના મામલતદાર નૈલેષ ભાવસારે લોક પ્રતિનિધિત્વ ધારા અને ૧૯૫૧ અધિનિયમની કલમ-૧૨૫-એ, મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY