સુરત, તા. ૧૧
સેન્ટ્રલ ઝોનમાં ડે. કમિશનર અને કાર્યપાલક ઈજનેરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૦૬ (મહિધરપુરા) નોંધ નં. ૧૫૪૩, મણિયારા શેરી, મહિધરપુરા વાળી મિલકતમાં સુરત મહાનગરપાલિકાના મંજૂર કરાયેલ પ્લાન વિરુદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા. ૧૦/૦૧/૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગ પાંચમા માળેથી આશરે ૮૩૦ ચો.ફૂટ આર.સી.સી. સ્લેબ તથા ૩૦૦ ચો. ફૂટ ચણતર દૂર કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



