ન્યુ દિલ્હી
રાયપુર,
તા.૧૪/૪/૨૦૧૮
છત્તીસગઢના બીજાપુરમાં કેન્દ્રની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના
વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના,દેશભરમાં ૭૦૦૦ જેટલા સેન્ટરો ખુલશે,૧૨ પ્રકારની સ્વાસ્થ્ય સારવાર ઉપલબ્ધ,નાની બિમારી માટે દવા નિઃશુલ્ક : ત્રણ પ્રકારના કેન્સરની મફત તપાસ
નરેન્દ્ર મોદીએ શનિવારે છત્તીસગઢના બીજાપુરમાં કેન્દ્રની મહત્વાકાંક્ષી ‘આયુષ્માન ભારત’ યોજના હેઠળ પહેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ બંધારણના નિર્માતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને જન્મજયંતી પર યાદ કર્યા. મોદીએ કહ્યું, “આજે બબાસાહેબના કારણે એક ગરીબ માનો દીકરો વડાપ્રધાન બની શક્યો. મારા જેવા લાખો-કરોડો લોકોની આકાંક્ષાઓ, અપેક્ષાઓને જગાડવામાં બાબાસાહેબનું બહુ મોટું યોગદાન છે.” મોદીએ કહ્યું કે આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગરીબોના ફેમિલિ ડોક્ટર તરીકે કામ કરશે. આયુષ્માન ભારતની વિચારધારા ફક્ત સેવા સુધી સીમિત નથી, પરંતુ જન ભાગીદારીનું આહ્વાન છે. ઉલ્લેખનીય છે કે આ નાણાકીય વર્ષમાં ૧૮,૮૪૦ હેલ્થ સબ સેન્ટરને વેલનેસ સેન્ટરમાં બદલવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અલગથી ૧૨૦૦ કરોડ રૂપિયાના બજેટની જાગવાઇ કરી છે.
મોદીના કહેવા પ્રમાણે, “જ્યારે અમે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરીએ છીએ તો અમારો પ્રયત્ન ફક્ત બીમારીનો ઇલાજ કરવાનો નથી, પરંતુ અમારો પ્રયત્ન બીમારીને રોકવાનો પણ છે.”
“દેશમાં ડાયાબીટિસ, હૃદયરોદગ, શ્વસનની બીમારીઓ, કેન્સર વગેરેને કારણે ૬૦% મૃત્યુ થાય છે. આ બીમારીઓની સમયસર જાણ થઇ જાય તો તેને વધવામાંથી રોકી શકાય. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર તમામ તપાસ મફતમાં કરવાનો પ્રયાસ કરવામાં આવશે. યોગ્ય સમયે થતી તપાસ ફાયદાકારક હોય છે. માની લો કે ૩૫ વર્ષનો કોઇ યુવાન તપાસ કરાવે અને બ્લડપ્રેશરની સમસ્યાની જાણ થાય તો ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓથી તે બચી શકે છે.”
દેશભરમાં દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને એસસી-એસટી કાયદાને લઈને કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો તરફથી ટીકાઓનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૨૭મી જયંતી પર વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, અતિ પછાત સમાજમાંથી આવનારો તમારો સાથી, જા આજે વડાપ્રધાન છે, તો તે બાબા સાહેબની જ દેન છે.
પીએમ મોદીએ એક કાર્યક્રમમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું હ્તું કે, ૧૪ એપ્રિલનો દિવસ દેશના સવા સો કરોડ લોકો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતિ છે. આજના દિવસે તમારી વચ્ચે આવીને આશિર્વાદ મેળવવાનો અવસર મળ્યો તે સૌભાગ્યની વાત છે.
છત્તિસગઢના બીજાપુરમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકાકારોને જવાબ આપતા અને પાછલી સરકારો પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ આટલા વર્ષોમાં પણ આ જીલ્લા પછાત તેમાં તમારી કોઈ જ ભુલ નથી. બાબા સાહેબના બંધારણે એટલી બધી તકો આપી છે, આગળ વધવા પ્રેરિત કર્યા, પરંતુ તેમ છતાંયે બીજાપુર જેવા જેલ્લા, વિકાસની દોડમાં પાછળ કેમ છે?
વડાપ્રધાને શક્તિ હતું કે, બાબા સાહેબ ઉચ્ચ શિક્ષિત હતાં. જા તે ઈચ્છત તો દુનિયાના કોઈ સમૃદ્ધ દેશમાં જઈને ખુબ જ સારી જીંદગી વિતાવી શક્યા હોત પરંતુ તેમણે એમ ના કર્યું. વિદેશમાં અભ્યાસ કરીને પર ફર્યા અને પોતાનું જીવન પછાત, વંચિત, દલિતો અને આદિવાસીઓ માટે સમર્પિત કરી દીધું. વિકાસની દોડમાં જે લોકો પાછળ રહી ગયાં તેમનામાં અધિકારની આકાંક્ષા જાગી, ચેનતા જાગી જે બાબા સાહેબ આંબેડકરની જ દેન છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક ગરીબ માતાનો પુત્ર, અતિ પછાત સમાજમાંથી આવનાર તમારો સાથીદાર દેશનો વડાપ્રધાન છે તે બધી જ બાબા સાહેબની જ દેન છે. વડાપ્રધાને ગ્રામ સ્વરાજ અભિયાનની પણ શરુઆત કરી. તેમણે કહ્યું હતું કે, આ અભિયાન શોષિત, દલિત, વંચિત મહિલાઓને શક્તિ પ્રદાન કરવાનું શરૂ કર્યું જે આજથી ૫ મે સુધી ચલાવવામાં આવશે. બાબા સહેબની જ્યંતિ પર કેન્દ્ર સરકાર અને રાજ્યની જે યોજનાઓની શરૂઆત થઈ, તે નવા કીર્તિમાન સ્થાપિત કરશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"