વલસાડ, તા.૧૯
બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ૨૦૧૮-૧૯માં બાગાયત યોજનાઓની ઔષધીય સુગંધિત પાકોના ડીસ્ટીલેશન યુનિટ, ઓઇલપામ ફ્રેશ ફ્રુટ બચીશના ટેકાના ભાવ, ઓઇલ પામ વાવેતર વિસ્તાર, બાગાયતી પાકના પ્રોસેસિંગ નવા યુનિટ માટે સહાય તેમજ નવી ટીસ્યુકસ્ચર સ્થાપના માટેની યોજનાઓમાં લાભ લેવા માટે i-khedut પોર્ટલ હાલ ખુલ્લું છે. આ પોર્ટલ ઉપર તા.૨૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધી અરજી કરી શકાશે, જેથી આ યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતોને નિયત સમયમાં અરજી કરવા વલસાડના નાયબ બાગાયત નિયામક, નિતીન પટેલ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



