સુરત હીરા ઉદ્યોગનું પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં નાણામંત્રીની મુલાકાતે

0
16

ડાયમંડ જોબવર્ક પર જીએસટીની ભારણ ઘટાડવા દિલ્હીમાં રજૂઆત
સુરત, તા. ૦૪

મંદીના મારથી બેહાલ થયેલા સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને પાટે ચડાવવા માટે સરકારે કમર કસી છે. દરમિયાન આજે વેપારને લગતી સમસ્યાઓ અને ઉદ્યોગોના પ્રશ્નો લઈને એક પ્રતિનિધિ મંડળ દિલ્હી દરબારમાં પહોંચ્યું છે. વેપારીઓ આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણને મળશે અને રજૂઆત કરશે. ગઈકાલે સુરતના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિ મંડળે ગુજરાતના બે કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત કરી હતી. આજે હીરા ઉદ્યોગનું પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય નાણા મંત્રી સીતારમણને મળી અને રજૂઆત કરશે.
નાણા મંત્રી સીતારમણ થોડા દિવસો પહેલાં જ અમદાવાદ આવ્યા હતા. તેમણે અમદાવાદમાં ઉદ્યોગોના પ્રતિનિધિ મંડળની મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળ્યાં હતા. આવી રીતે જ સપ્ટેમ્બરમાં તેઓ સુરત આવે તેવી વકી છે. સરકાર દિવાળી પહેલાં સુરતના ઉદ્યોગોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ કરે તેવી શક્યતા છે.
ગઈકાલે સુરતના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી પરષોત્તમરૂપાલા અને મનસુખ માંડવિયાની મુલાકાત કરી અને ઉદ્યોગની સમસ્યાઓ રજૂ કરી હતી. આજે હીરા ઉદ્યોગનું પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં નાણા મંત્રીને મળીને રજૂઆત કરશે. દિવાળી પહેલાં ઉદ્યોગોને પાટે ચડાવવા માટે સરકારે પણ કમર કસી છે.
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા નાણા મંત્રીને હીરા ઉદ્યોગ પર જી.એસ.ટીનું ભારણ ઓછું કરવા રજૂઆત કરશે. હીરા ઉદ્યોગની માગ છે કે જોબવર્ક પરનો જી.એસ.ટીનો દર ૫ ટકાથી ઘટાડીને નીચો લાવવામાં આવે. ઉદ્યોગના કરોડો રૂપિયાના પેન્ડીંગ રિફન્ડ ઝડપથી છૂટા કરવામાં આવે. સોના પર આયાતની ડ્‌યૂટી ઘટાડી ૧૦ ટકા કરતાં નીચે લઈ જવામાં આવે.
સૌરાષ્ટ્ર ટેક્ષટાઇલ એસોસિએશને સધર્ન ગુજરાત ચેમ્બર આૅફ કામર્સના નેજા હેઠળ કેન્દ્રીય મંત્રી માંડવિયા અને રૂપાલાને મળીને થ્રી-પીસ લહેંગા પર જી.એસ.ટી.ના દરો ઘટાડવાની માંગ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY