ઈલેકટ્રીક કોન્ટ્રાક્ટર રૂ. ૧૨.૩૮ લાખ પાછો નહીં આપી ઠગાઈ
સુરત, તા. ૨૨
રિલાયન્સ જીઓ ઓએફસી વર્કના કામ માટે નાણા રોકાણના નામે રૂપિયા ૧૮.૨૮ લાખનું રોકાણ કરાવી બાકી રૂપિયા ૧૨.૩૮ લાખ પરત નહીં આપી આરોપીઅોએ ધાક-ધમકી આપી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાઈ હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ છાપરાભાઠા મણીબા પાર્ક સોસાયટીમાં રહેતી ઈલેકટ્રી કોન્ટ્રાક્ટર વિરલકુમાર પ્રવીણભાઈ પટેલે આરોપી વિશાળ અશોક જરીવાળા, આશિષ હરિનાથ ત્રિપાઠી, મનીષ હરિનાથ ત્રિપાઠી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના ભાગીદાર આરોપીઓએ રિલાયન્સ જીઓ ઓએફસી વર્કના કામ માટે જય મહાલક્ષ્મી ઈલેકટ્રીક ફર્મથી ભાગીદારી કરવાનું જણાવી લોભામણી વાતો કરી રૂ. ૧૮,૨૮,૦૨૭નું રોકાણ કરાવી તે પૈકી રૂ. ૫.૯૦ લાખ પરત આપ્યા બાદ બાકીના રૂપિયા ૧૨,૩૮,૦૨૭ આજદિન સુધી આપ્યા ન હતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીઅોએ ધાક-ધમકી આપી હતી. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




