ટ્રાફિક એએસઆઈએ રૂ ૧૦૦૦નો દંડ વસૂલવાના બદલે રૂ. ૫૦૦ લઈ વહીવટ કરી નાખ્યો

0
6

સુરત,તા.૯
કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિકના એક એએસઆઈએ બાઇક સવાર પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ લેવાના બદલે તેની પાસેથી ૫૦૦ રૂપિયાની લાંચ લઈને વહીવટ કરી નાખ્યો હતો. બાઇક સવારે તેનો આખો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. આ બાબતે ટ્રાફિક ડીસીબી ડો.સુધીર દેસાઈએ તપાસ શરૂ કરી દીધી છે.
કાપોદ્રા વિસ્તારનો એક યુવક બાઇક પર જતા-જતા મોબાઇલ પર વાત કરતો હતો.ત્યારે ટ્રાફિકનો એક એએસઆઈ તેને આંતરે છે. મોબાઈલ પર વાત કરવાના એક હજાર રૂપિયા થાય એવું કહે છે. પછી માત્ર ૫૦૦ રૂપિયા લઈ લે છે અને તેની રસીદ નથી આપતો. બાઇક સવાર રસીદ માંગે ત્યારે એએસઆઈ કહે છે કે, એક હજાર રૂપિયા આતે તો રસીદ આપું. બાઇક સવારે આ એએસઆઈનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી નાખ્યો હતો. આ બાબતે મોડી રાત્રે ટ્રાફિક ડીસીપી ડો.સુધીર દેસાઈએ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY