ગોએરએ એક અઠવાડિયામાં ૪૦ ફ્લાઇટ રદ્દ કરી

0
31

મુંબઇ,તા.૨૬
વિમાન કંપની ગોએરએ ગયા અઠવાડિયે તેમની કેન્સલ થયેલી ફ્લાઈટ વિશે ખુલાસો આપ્યો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, ગયા સપ્તાહે કોઈને કોઈ કારણો આવ્યા હોવાથી કંપનીએ તેમની અંદાજે ૪૦ ફ્લાઈટ રદ કરવી પડી છે. નાગરિકતા સંશોધન એક્ટ (સીએએ) પર વિરોધ પ્રદર્શનના કારણે એરલાઈન્સના ક્રૂ ઘણી વાર નક્કી કરેલા શિફ્ટ ટાઈમે હાજર નહતા થઈ શક્યા. તેના કારણે સ્ટાફ ઓછો હતો. બીજી બાજુ ઉત્તર ભારતમાં ખરાબ વાતાવરણના કારણે પણ ફ્લાઈટ રદ કરવી પડી હતી.
ગોએરએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેમણે વિમાન નિર્માતા કંપની એરબસને છ૩૨૦ નિયો મોડલના ૧૪૪ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. સંચાલનમાં આવતી મુશ્કેલીઓના કારણે તેઓ ડિસેમ્બરમાં પણ આ એરક્રાફ્ટ ડિલીવર કરી શક્યા નથી.
ઉત્તર ભારતમાં હવામાન ખરાબ હોવાના કારણે ફ્લાઈ્ટસ ઘણી ડિલે થઈ અને ત્યારપછી ક્રૂ મેમ્બર્સની શિફ્ટ પણ પૂરી થતી હોવાથી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. એવિયેશન ડિરેક્ટોરેટનો સ્પષ્ટ આદેશ છે કે ક્રૂનો ડયૂટી અને રેસ્ટ ટાઈમ નક્કી હોવો જોઈએ. આ સંજોગોમાં ફ્લાઈડ ડિલે થતાં ક્રૂનો ડયૂટી ટાઈમ પણ પૂરો થઈ જતો હતો અને તેના કારણે ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY