સમુદ્રમાં હોડી અને શિપ વચ્ચે અકસ્માત, ૪ માછીમારોનો આબાદ બચાવ

0
4

સુત્રાપાડા,તા.૬
રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે કિયારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ૫ માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુત્રાપાડાના દરિયામાં એક હોડી અને એક મોટી શિપ ટકરાયા હતા. મૂળ દ્વારકાની હોડીને મોટી શિપે અડફેટે લીધી હતી. જેને કારણે હોડીમાં સવાર ૫ માછીમારો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર માછીમારોનો આબાદ બચાવ થયો હતો. પણ એક માછીમાર હજી પણ લાપતા છે.
આજે વહેલી સવારે દરિયામાં આ અકસ્માતની ઘટના બની હતી. જેને કારણે માછીમાર સમુદાયમાં ચિંતા વ્યાપી ગઈ હતી. લાપતા માછીમારની શોધખોળ માટે વેરાવળ સહિતના આજુબાજુના બંદરોની બોટો કામે લાગી ગઈ છે. આ મામલે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરાઈ છે. તો ટક્કર મારનાર શિપ કઈ હતી તે વિશે પણ શોધખોળ ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY