ડેડીયાપાડાના ખટામ ગામ પાસે અકસ્માતમાં એકનું મોત,એકને ઇજા 

0
38

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામ નજીક ગતરોજ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એકને ઇજા થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામ પાસે બુધવારે એક ક્લુઝર ગાડી નં. જીજે.૨૨.એ.૪૨૭૦ ના ચાલકે પોતાની ગાડી દેડીયાપાડા તરફથી મોઝદા તરફ પુર ઝડપે હંકારી લાવી ખટામ ગામના વળાંકમાં રોંગ સાઈડે ચલાવી સામેથી આવતી હુમલાભાઈ બામણીયાભાઈ વળવી ઉ.વ. ૨૭ ધંધો.મજુરી રહે.છાપરી,જી.નંદુરબાર (મહારાષ્ટ્ર )ની મો.સા. એમએચ.૩૯.આર.૩૦૩૪ ને અથાડી શરીરે ઈજાઓ પચોચાડી તથા મો.સા.પાછળ બેઠેલા કાલુસિંગભાઈ ડુંગરીયાભાઈ વળવીને ગંભીર ઈજાઓ પહોચાડી સ્થળ ઉપર તેમનું મોત નિપજાવી અકસ્માત બાદ ક્લુઝર ગાડી રોડ ઉપર પલ્ટી મરાવી દેતા ઘટના સ્થળે લોકટોળા એકઠા થયા હતા .આ બાબતે હુમલાભાઈ વળવીએ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે .તપાસ પીએસઆઇ સી એમ ગામીત કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY