વડોદરા,તા.૬
વડોદરાના પોશ વિસ્તારમાં સ્વીમીંગ પુલમા નહાતી મહિલાઓનો વિડીયો બનાવવાનો મામલામાં જે વેપારી યુવકની ધરપકડ કરવામાં આવી છે, તે યુવકનું ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે. મહિલાઓનો વીડિયો ઉતારનાર આકાશ પટેલ ભાજપના આઈટી સેલનો કોર મેમ્બર છે. હાલ આકાશ પટેલની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે, જેમાં તે વડોદરામાં હાલમાં ચૂંટાઈ આવેલ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે દેખાઈ રહ્યો છે.
ત્રણ દિવસ પહેલા વડોદરાનો આ બનાવ ચર્ચામાં આવ્યો હતો. વડોદરાના ગોત્રી સેવારી રોડ પર અનેક બંગ્લોઝ આવેલા છે. જેમાં વિલા ક્લબ હાઉસમા એક સ્વીમીંગ પુલ આવેલું છે. જ્યાં વિલામાં રહેતી મહિલાઓ રોજ સ્વીમિંગ માટે જાય છે. પુલની પશ્ચિમ દિશાએ સોમનાથ સોસાયટીના બંગલા આવેલા છે. જેમાંથી બંગલા નંબર ૭૮માં આકાશ પટેલ નામનો કમ્પ્યૂટરનો વેપારી રહે છે. મહિલાઓની નજર પડી હતી કે, આકાશ પોતાના બંગલાના પહેલા માળે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલમાં ઉભો છે અને તે સ્વીમિંગ કરતી મહિલાઓના ફોટો અને વીડિયો લઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓની નજર જતા તેમણે ક્લબ મેનેજરને આ વાતની જાણ કરી હતી, અને ક્લબ મેનેજરે આકાશનો શૂટ કરતો ફોટો પાડ્યો હતો. જેના બાદ મામલો બિચકિયો હતો. મહિલાઓએ આકાશનો રીતસરનો ઉધડો લીધો હતો અને ત્યાર બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતા. મહિલાઓએ ફરિયાદ કરતા પોલીસે સોમવારે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો. મંગળવારે આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરામાં આકાશ પટેલને ધરપકડ બાદ જામીન પણ મળ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




