શાળામાં પ્રવેશ મેળવવા વૃક્ષો રોપવા ગુરૂકૃપા વિદ્યાલયની અનોખી પહેલ

0
23

વૃક્ષો વાવવા ગુરૂકૃપા વિદ્યાલય દ્વારા આવકારદાયક પ્રયોગ શરૂ કરાયો
સુરત, તા.૩૦
ગુરૂકૃપા વિદ્યાલય, મોરાભાઘળ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં ઉનાળા વેકેશન દરમિયાન બાળકોમાં પર્યાવરણï અંગેની જાગૃતિ લાવવાના ભાગરૂપે એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુરૂકૃપા વિદ્યાલય દ્વારા શાળામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને વૃક્ષ વાવવાની અનોખી પહેલ કરવામાં આવી રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્નાં છે અને દરેક શાળામાં ૨૦૧૯-૨૦ના વર્ષના પ્રવેશ ચાલી રહ્ના છે ત્યારે ગુરૂકૃપા વિદ્યાલય દ્વારા દરેક નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થી અને વાલીને એક વૃક્ષ વાવી પ્રવેશ લેવા સંકલ્પિત કરાઈ રહ્ના છે. છેલ્લા એક માસથી શાળા પરિવારને આ નવીન અભિગમને વાલીમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્ના છે. પ્રવેશ લેવા આવનાર દરેક વાલીને જરૂરી માહિતી સાથે એક વૃક્ષ વાવી પર્યાવરણની જાગૃતિ અંગે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્નાં છે. શાળા દ્વારા ‘એક વ્યક્તિ એક વૃક્ષ’ ‘Each one Tree one’ના વિચાર સાથે વૃક્ષારોપણનું મહત્ત્વ સમજાવવામાં આવી રહ્નાં છે. હાલના સમયમાં વૈશ્વિક તાપવૃદ્ધિનું પ્રમાણ વધતા વાતાવરણમાં પર્યાવરણની અસમતુલા ઉભી થઈ છે તેને કંઈક અંશે દૂર કરવા ગુરૂકૃપા વિદ્યાલય, મોરાભાગળ દ્વારા પર્યાવરણ બચાવવાના ભાગરૂપે વર્ષ ૨૦૧૯-૨૦માં નવા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને એક વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે નવો પ્રવેશ આપી સફળ સર્જનાત્મક પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.
વિશેષમાં શાળામાં ઉનાળા વેકેશન દરમિયાન પરીક્ષાના છેલ્લા દિવસે શાળાના દરેક બાળકોને એક વિદ્યાર્થી પોતાના ઘર કે અનુકૂળ જગ્યાએ એક વૃક્ષ વાવી પોતાની ભાવિ નાગરિક તરીકેની ફરજ અદા કરે તેવા વિચાર સાથે શાળા દ્વારા એક ઉનાળા વેકેશનનું ગૃહકાર્ય પણ આપવામાં આવેલ છે. શાળાના આચાર્ય ડૉ. નૈલેષભાઈ પટેલ દ્વારા સંકલ્પ લેનારા અને વૃક્ષ રોપી શાળામાં પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થીઓને સવિશેષ અભિનંદન અપાયા હતા. ટ્રસ્ટી ડૉ. વિજયભાઈ પટેલ દ્વારા વૃક્ષ વાવવાની આ અનોખી પહેલ સમાજ અને પ્રકૃતિ માટે ખૂબ આવકારદાયી છે તેવું જણાવી શાળાના વિચારને બિરદાવવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY