વાલીયા ખાતે પૈસાની ઉઘરાણી કરવા આવેલ સુરતના આધેડનું માર મારતા મોત

0
13

સુરતના કનુ રાદડીયા વાલિયા ખાતે બાકી નીકળતા  ૧૫ લાખ લેવા આવ્યા હતા.વાલિયાની પાયલ સર્વિસ સ્ટેશનના સંચાલક સહીત અન્ય ૪ ઈસમોએ માર મારતા સુરત ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું.

વાલિયાના પાયલ સર્વિસ સ્ટેશનના સંચાલક પાસે બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરવા આવેલ ઇસમને મળતીયાઓ સાથે મળી ઢોર મારતા ઘાયલ આધેડને સારવાર અર્થે ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન સુરત ખાતે કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારની વ્રજરાજ રેસીડેન્સીમાં રહેતા ૫૦ વર્ષીય કનુ જેરામ રાદડીયા ગત રોજ વાલિયાની સીલુંડી ચોકડી પાસે આવેલ પાયલ સર્વિસ સ્ટેશનના સંચાલક ઉપીન ડોડીયા પાસે બાકી નીકળતા ૧૫ લાખની રકમ લેવા આવ્યા હતા.

દરમિયાન સર્વિસ સ્ટેશનના સંચાલક અને અન્ય ચાર ઇસમોએ ઉશ્કેરાઈ જઈ લેણદાર ઉપર લાકડી અને મારક હથિયારો સાથે તૂટી પડી ઢીકા પાટુનો મારમારી તેને જબરદસ્તી ઝેરી દવા પીવડાવી દીધી હતી. બાદમાં હુમલાખોરો પાસેથી ભાગી કનુભાઇ મુખ્ય માર્ગ પર આવી ગયા હતા. જ્યાં તેઓએ તાત્કાલિક ૧૦૮ સેવાને જાણ કરતા તેઓને પ્રથમ સારવાર અર્થે વાલિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ તેમજ સુરતની આયુષી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુકી સારવાર બાદ તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાલિયા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તમામ હત્યારાઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ધનંજય ઝવેરી :-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY