ભરૂચમાં પોલીસ એથ્લેટીક્સ મીટ અંતર્ગત હાફ મેરેથોન યોજાઈ હતી.૨૫૦૦ થી વધારે દોડવીરોઓએ સ્પર્ધા માંભાગ લીધો હતો..

0
154

આજ રોજ વહેલી સવારે ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેથી દોડવીરો ને કેટેગરી પ્રમાણે પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ૩ કિલોમીટર ફન રન તેમજ ૧૦ અને ૨૧ કિલોમીટર હાફ મેરેથોન નો સમાવેશ થયો હતો જેમાં ૨૫૦૦ થી વધુ લોકો એ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી,રાજ્યનાસહકાર મંત્રી અને રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરતસિંહ પરમાર યોગેશ પટેલ, મારૂતિસિંહ અટોદારીઆ,ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જીલ્લા પોલીસ વડા સંદીપ સિંગ,બિ.ટી.ઈ.ટીના પ્રમુખ અનિષ પરીખ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્ર ના અગ્રણી ઓએ ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.હાફ મેરેથોન ના રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી સહિત મેડીકલ ટીમો ની વ્યવસ્થા પણ કરવામાં આવ્યી હતી.દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થયેલ હાફ મેરેથોન ના દોડવીરો તેના નિયત રૂટ પરત થી પસાર થઈ પરત ત્યાં જ આવી તેઓની દોડનું સમાપન કર્યું હતું જ્યાં વિજેતાઓ ને ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY