સીબીઆઈની ખેંચતાણ વચ્ચે રાહુલ ગાંધીનું ટ્વિટ
ન્યુ દિલ્હી,તા.૨૦
સીબીઆઈના ડીઆઈજી દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીમાં ટોચના બે અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એક કેન્દ્રીય પ્રધાન અને એનએસએ અજીત ડોભાલને સંડોવતા આરોપ કરવામાં આવ્યા છે.
આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ નવજીવન અખબારના અહેવાલને ટ્વિટ કરીને જણાવ્યું છે કે દિલ્હીમાં ચોકીદાર જ ચોર નામની એક ક્રાઈમ થ્રિલર ચાલી રહી છે. નવા એપિસોડમાં સીબીઆઈએ ડીઆઈજી દ્વારા એક પ્રધાન, એનએસએ, કાયદા સચિવ અને કેબિનેટ સચિવ વિરુદ્ધ ગંભીર આરોપ છે.
રાહુલ ગાંધીએ ફોર્સ લીવ પર ઉતારી દેવાયેલા સીબીઆઈના સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના નામનો ઉલ્લેખ કર્યા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ટ્વિટમાં જણાવ્યુ છે કે તો ગુજરાતથી લાવવામાં આવેલો ચોકીદારનો સાથીદાર કરોડોની વસૂલી કરી રહ્યો છે. અધિકારી થાકી ગયા છે. ભરોસો તૂટી ગયો છે. લોકશાહી રડી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



