તાલુકા પંચાયતના પટાંગણમાં બેસી તલાટી કમ મંત્રીઓએ નોંધાવ્યો વિરોધ

0
16

મહેસાણા,તા.૨૯
તલાટી કમ મંત્રીઓની પોતાની માગણીઓ ન સ્વીકારવામાં આવતા રાજ્યભરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેના ભાગરૂપે મહેસાણાના ૪૨૫ તલાટી કમ મંત્રીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણાના ૪૨૫ તલાટી કમ મંત્રીઓએ મહેસાણા તાલુકા પંચાયતના પટાંગણમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તલાટીઓની મુખ્ય પાંચ માગો છે જેમાં વિસ્તરણ અધિકારી જેટલા નાંણાકીય લાભો અને પ્રમોશન, ૨૦૦૪થી નિમણુંક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને પ્રવર્તતા યાદીમાં સમાવવા, કામની વહેંચણી સમાન ધોરણે કરવી અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, ગ્રામ પંચાયતના તલાટીઓ એકી સાથે સામુહિક રજા પર ઉતર્યા છે. આ હડતાલમાં રાજ્યભરમાંથી ૧૧ હજાર જેટલા તલાટીઓ આજે કામકાજથી અળગા રહ્યા છે. ત્યારે મહેસાણા ખાતે તાલુકા પંચાયતના પટાંગણમાં બેસીને તલાટી કમ મંત્રીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY