છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧,૩૦૯ ખેડૂતો/ખેતમજૂરોએ આપઘાત કર્યો છે પાક નિષ્ફળ જવાના ભયે બેહ ગામના ખેડૂતે આપઘાત કર્યો

0
12

દ્વારકા,તા.૨૯
રાજ્યમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે. દ્વારાકાના બેહ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે દ્વારકાના બેહ ગામના ખેડૂતને ડર હતો કે તેમનો પાક નિષ્ફળ જવાનો છે. આ ડરથી જ ખેડૂતે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી દીધું છે. આ મામલાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ખેડૂતને પાક ઉપરાંત અન્ય કોઇ મુશ્કેલી છે કે નહીં.
થોડા દિવસો પહેલા અમરેલીના ચાંદગઢ ગામમાં રહેતા એક ખેડૂતે પાક નિષ્ફળ જતા, અને દેવું વધી જતા આપઘાત કરી લીધો હતો. ખેડૂતે આપઘાત કરી લેતા તેમના પત્નીએ પણ પતિના વિયોગમાં ઝેર ગટગટાવી લઈ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતના આપઘાતની વાત વાયુવેગે પંથકમાં ફેલાતા, અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પીડિત ખેડૂત પરિવારના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપી દુખ વ્યક્ત કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મૃતકના પરિવારને મળી રાજ્ય સરકારની નિષ્ફળતા પર આકરા પ્રહાર પણ કર્યા હતા અને ખેડૂત પરિવારને બનતી મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY