વિસનગર,તા.૨૯
ગુજરાતમાં દારૂ પર પ્રતિંબધ હોવા છતા સૌથી વધુ દારૂ અહિંયા જ વેચાય છે. તેમજ બુટલેગરો દારૂની હેરફેર કરવા અને પોલીસની નજર સામે દારૂ લઈ જવામાં સફળ બને તે માટે અવનવા પ્રયોગો કરતા હોય છે. એવો જ એક કિસ્સો વિસનગરમાં બન્યો છે. વિસનગરમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગર રાજસ્થાનથી એક કારની બંને હેડલાઈટમાં દારૂની બોટલ છુપાવીને લાવી રહ્યાં હતા. વિસનગરમાં સદુથલા રોડ વાત્રક તળાવના નેળીયામાં ઇંગ્લિશ દારૂની ભરેલી ગાડી આવવાની છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને એક કારની બંને હેડલાઈટમાંથી ૧૬૪ નંગ ઇંગ્લિશ દારૂની નાની-મોટી બોટલ જપ્ત કરી છે.
પોલીસ અધિક્ષકના આદેશાનુસાર વિસનગરમાં પ્રોહિબિશન અને જુગાર અંગે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા દારૂના વેચાણ અને જુગાર પર અંકુશ લગાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે વિસનગરની લક્ષ્મી સોસાયટી પાસેથી સેંટ્રો કારની હેડલાઈટમાંથી અંગ્રેજી દારૂની ૧૬૪ નંગ બોટલનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ઘીસારામ ચૌધરી ( રહે. રાજસ્થાન) અને તેજારામ ચૌધરી( રહે. રાજસ્થાન) બે આરોપીઓની ધરપકડ કરી તેમજ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે સેંટ્રો કારની બંને હેડલાઈટમાંથી ૧૬૪ નંગ દારૂની બોટલની કિંમત રૂ. ૩૫૦૦૦ તેમજ બે મોબાઈલની કિંમત રૂ. ૨૫૦૦ અને કારની કિંમત ૧૦૦૦૦૦ મળી કુલ ૧.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




