મુંબઈ,તા.૧૫
અભિનેત્રી નુસરત ભરૃચાએ કહ્યું હતું કે ડાયરેક્ટર લવ રંજન સામે ગેરવર્તનની વાતો તાજેતરમાં વહેતી થઇ હતી પરંતુ મને કહેવા દો કે મને એમની સાથે કોઇ ખરાબ અનુભવ થયો નથી.
પહેલીવાર એવી ઘટના બની હતી કે જેની સામે ગેરવર્તનની ફરિયાદ થઇ હોય એવા કોઇ ડાયરેક્ટરના બચાવમાં અન્ય અભિનેત્રીએ જાહેર નિવેદન કર્યું હોય.
તાજેતરમાં એક અભિનેત્રીએ કોઇ દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે પ્યાર કા પંચનામા ફિલ્મના ડાયરેક્ટર લવ રંજને મને બ્રા અને પેન્ટીમાં શોટ આપવાનું કહ્યું હતું.
નુસરતે આ આક્ષેપને રદિયો આપ્યો હતો. એણે લવ રંજન સાથે પ્યાર કા પંચનામા સિરિઝની આકાશવાણી અને સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મો કરી હતી. એમાં સોનુ કે ટીટુ કી સ્વીટીએે બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડનો બિઝનેસ કરીને હિટ ફિલ્મની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.
નુસરતે કહ્યું કે લવ રંજન સાથે કામ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે. એણે કોઇ ગેરવર્તન કર્યું નથી એટલે જે અભિનેત્રીએ નામ છૂપાવીને લવ રંજન સામે આક્ષેપ કર્યો છે એની વાત મને ગળે ઊતરતી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



