જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા ડો બાબાસાહેબ અંબેડકર પ્રતિમા પાસે ઉપવાસ કર્યક્રમ યોજાયો.

0
42

ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ પાસે આવેલ ડો,બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય જનતા પાર્ટીના વિરોધ માં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આખા ભારતમાં આજે કોંગ્રેસ સમિતિ દ્રારા એવા આક્ષેપો સાથે એક દિવસીય ઉપવાસ પર બેઠી છે કે આખું ભારત માં વસતા બધા લોકો એક ધાર્મિક આસ્થા સાથે જોયાએલ છે.પરંતુ જ્યારથી આ ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્રારા ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે એક ધર્મના લોકો વચ્ચે જ્ઞાતિના ભાગ પાડીને એક સત્તા માટે ભારતના ટુકડા કરવા ભારતીય જનતા પાર્ટીના લોકો જઈ રહ્યા છે અને એક શાંતિદૂત તરીકે ભારત દેશ ઓળખાતો હતો ત્યારે આજે આપણો દેશ ઘણોજ પાછળ જઈ રહયો છે.જેના લીધે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્રારા ધરણાં કરી એક દિવસીય ઉપવાસ કરી સરકાર ને સદ બુદ્ધિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા પણ ભરૂચ સ્ટેશન સર્કલ પાસે ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ધરણાં અને ઉપવાસ પર બેઠા હતાં. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,જિલ્લા પંચાયતના પ્રમુખ જશુ પઢીયાર, ઉપપ્રમુખ અનિલ વસાવા,માજી ધારસભ્ય મહોમદ ફાંસીવાળા, કોંગેસ પાર્ટીના પ્રવક્તા નાઝુ ફડવાળા,એન.એસ.યુના પ્રમુખ શેરખાન પઠાણ, માવસંગ પરમાર,મહિલા પ્રમુખ ચેતના વસાવા, સહિત મોટી સાંખ્યમાં કૉંગેશના કાર્યકર હજાર રહયા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY