હૈદરાબાદ,તા.૨
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (્્ડ્ઢ)ઇતિહાસમાં પ્રથમ વખત ૫ લાખ લડ્ડુનો પ્રસાદ વહેંચવાનો રેકોર્ડ બન્યો છે. રવિવારે ૩૦ સપ્ટેમ્બરે તિરુપતિના પ્રખ્યાત વેંકટેશ્વરા મંદીરમાં ૫.૧૩ લાખ લડ્ડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે છે.
શ્રી વેર પોટુ (કિચન)માંથી મળેલા આંકડા પ્રમાણે રવિવારે ૫, ૧૩, ૫૬૬૬ લડ્ડ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. હાલ તમિળનાડુમાં પવિત્ર મહિનો પેરાતાસી ચાલી રહ્યો હોવાથી તિરુમાલાના તિરપતિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જાવા મળી રહી છે. પ્રવાસીઓની માંગણીને પુરી કરવા માટે ટીટીડી બધાને લડ્ડુનો પ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરી છે.
આ પહેલા એક દિવસમાં સૌથી વધારે લડ્ડુ વેચાણનો રેકોર્ડ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬માં નોંધાયો હતો. તે દિવસે ૪,૬૪,૧૫૨ લડ્ડુ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યા હતા. ૨૮ મે ૨૦૧૮ના દિવસે ૪, ૩૨, ૭૪૫, ૧૯ મે ૨૦૧૮ના દિવસે ૪, ૧૪, ૯૮૭ અને ૧૧ જૂન ૨૦૧૭ના રોજ ૪, ૧૧, ૯૪૩ના લડ્ડુ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





