ભાવનગર એસ.પી એ નર્મદા માં છેડયા સંગીતના સુર..ગુજરાતી ,હિન્દી ગીતો ની રમઝટ બોલાવી

0
24

વડિયા ની વૃંદાવન સોસાયટી માં સંગીત સંધ્યા નું આયોજન.

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ વડિયા ગામની વૃંદાવન સોસાયટી માં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવનગર ના જિલ્લા પોલીસ વડા પી.એલ માલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા જેમણે જાતે આ સંગીત સંધ્યા માં ગુજરાતી હિન્દી ગીતોની રમઝટ બોલાવી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. વૃંદવાન સોસાયટી ના પ્રમુખ વિનોદ વસાવા તેમની મ્યુઝિકલ પાર્ટી ના સહયોથી આ સંગીત સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમની સાથે સંગીતના સૂર રેલાવા સંગીત શનિવારી ની સમગ્ર ટીમ હાજર રહી હતી.

તત્કાલીન નર્મદા જિલ્લા પોલીસ વડા અને કેવડિયા ડેમ પર SRP ગ્રુપ ના સેનાપતિ રહી ચૂકેલા પ્રવીણ માલ સાથે નર્મદા ના લોકો સાથે એટલો આત્મીય સબંધ બની ગયો છે કે જ્યારે પણ જેતે જિલ્લામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય અને રજા મળે તો રિલેક્સ માટે મનોરંજન માટે તેઓ રાજપીપળા ચોક્કસ આવે છે. આમ તેઓ વડિયા ની વૃંદાવન સોસાયટી માં પોતાના પરિવાર સાથે રોકાયા હતા અને આ સંગીત સંધ્યાની મઝા માણીને પોતે ગીતો ગાઈ ને સંગીતના સુરો રેલાવ્યા હતા. જેમની સાથે ભારતસિંહ માંગરોલા, વિનોદ વસાવા, લોટનસિંગ મોહિતે,ધર્મેશ પંડ્યા, ફાલ્ગુની પંડ્યા સહિત કલાકારો હાજર રહ્યા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY