૨૦૧૯નું નવા વર્ષના અભિનંદન દેશના તમામ લોકોને. લોકોએ નાચતા ઝૂમતા અને ગાતા ગાતા નવા વર્ષનું સ્વાગત કર્યું. સામાન્ય લોકો સાથે નેતાઓએ પણ નવા વર્ષનું સ્વાગત કર્યું છે અને તેમના પગ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં મતદાતાઓને મનાવવા અને નચાવવા માટે થીરકતા નજર આવી રહ્યા છે. નવા વર્ષમાં ભારતની સામાન્ય ચૂંટણી થવાની છે. ૨૦૧૪ની ચૂંટણીઓ પછી જાતજાતામાં પાંચ વર્ષ પુરા થવાના છે. ભાજપા-કોંગ્રેસ સહીત બધા પક્ષો જાણે કે ચૂંટણી માટે તૈયાર છે. નેતાઓએ હસીને પોતપોતાની કેડ બાંધી લીધી છે. ભાજપાના નેતાઓ પાંચ વર્ષના લેખા જાખા રજૂ કરશે અને વિરોધ પક્ષ સરકારે શું ના કર્યું કે જે કરવાનું હતું. તે ન કરતા જે કર્યું તેનાથી સામાન્ય લોકો કેટલા પરેશાન થયા તેની દર્દભરી વાર્તાઓ સંભળાવશે અને અમને એક તક આપો…ની વિનંતિ કરશે. સામાન્ય મતદારોની સામે. ભારતના મતદારો પણ હવે ચાલક અને શાણા બની ગયા છે. કોણ કેટલા પાણીમાં છે તે જાણી ચુક્્યા છે. એટલા માટે સાંભળો બધાનું પણ કરે મનનું… કહેવતની જેમ બધા નેતાઓને સાંભળશે અને મતદાનનાં દિવસે ફેંસલો કરશે.
ભારતમાં અગાઉની ચૂંટણીમાં લગભગ ૮૦ કરોડથી વધુ મતદારો નોંધાયેલ હતા. ૨૦૧૯ની ચૂંટણીઓ માટે તેમાં બીજા વધી ગયા હશે. ૨૦૧૪માં લોકસભાની ૫૪૩ સીટો માટે કુલ ૮.૨૫૧ ઉમેદવારો મેદાનમાં હતા. આ વખતે પણ સાંસદ બનવાની ઉમ્મીદ રાખવાવાળા ઉમિદ્વારોની સંખ્યા વધી શકે છે. ચૂંટણીપંચે પણ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ૨૦૧૮નાં વર્ષમાં ચૂંટણીપંચે પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ કરાવી હતી. ૨૦૧૯માં પણ ચાર યા પાંચ રાજ્યો સાથે લોકસભા ચૂંટણીઓ પણ થવાની છે. આ નવું વર્ષ એ નક્કી કરશે કે દિલ્હીની ગાદી પણ કોણ બેસશે..?!! ૧૫ ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો કોણ લહેરાવશે..!! નવું વર્ષ નવી ઉમ્મીદોને લઈને આવે છે અને સામાન્ય લોકો કે સામાન્ય મતદાતા પણ નવા વર્ષમાં કઈક નવું કરવાનો સંકલ્પ કરે તો એ એક સારી વાત છે.
આમ તો સામાન્ય મતદાતાને એક દિવસના રાજા પણ કહી શકાય છે. મતદાન પહેલા આ રાજાની આજુબાજુ નેતાઓ અને ઉમેદવાર ફરતા રહે છે. હાથ જાડે છે મનામણા કરે છે. સર આંખો પર બેસાડવાના વાયદા કરે છે. જે માંગે તે આપે છે. જે ચૂંટણીપંચના નિયમોમાં નથી. બધા સામાન્ય મતદાતા એવા નથી. કેટલાય મતદાતાઓ તો નેતાઓને સાચે સાચું મોઢા સામે કહેવાની હિંમત રાખે છે. કેટલાય તો પાંચ વર્ષનો હિસાબ માંગે છે. જે વાયદા કર્યા એમાં કેટલા પૂરા કર્યા કેટલા નહિ તેના લેખાજાખા પણ મતદાતા કરે છે અને સવાલ જવાબ પણ કરે છે. પરંતુ ૮૦ કરોડમાંથી કેટલાય એવા છે જે ચૂંટણીમાં નેતાઓથી સવાલ જવાબ કરવાની હિંમત નથી કરી શકતા..?!! ઘણા ઓછા છતાં પણ સામાન્ય માં¥દાતાનો જનાદેશ એક એવો જનાદેશ હોય છે કે જે કેટલાયની તકદીર બદલી નાખે છે. ૨૦૧૯નું વર્ષ રાજકારણમાં મતદાતાઓ દ્વારા કેટલાયની તકદીર બદલવા માટે તૈયાર છે. એમ સમજા કે કેટલાયની તકદીર બદલવાની ઉલટી ગણતરી શરૂ થઇ ગઈ છે..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



