‘ટોટલ ધમાલ’ અને ‘દે દે પ્યાર દે દે’ની રિલિઝ ડેટ પોસ્ટપોન થઈ

0
7

મુંબઈ,તા.૨૬
મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણની બબ્બે ફિલ્મોની રિલિઝ ડેટ પોસ્ટપોન કરવાની અજયને ફરજ પડી હોવાની માહિતી મળી હતી. અજયની સુપરહિટ કોમેડી ફિલ્મ ડાયરેક્ટર ઇન્દ્ર કુમારની ધમાલ સિરિઝની ટોટલ ધમાલ અને દે દે પ્યાર દે દેની રિલિઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી હોવાની ઔપચારિક જાહેરાત અજય કેમ્પ તરફથી કરવામાં આવી હતી.
મૂળ ટોટલ ધમાલ ડિસેંબરની સાતમીએ રજૂ થવાની હતી. આ ફિલ્મમાં અજયની સાથે માધુરી દીક્ષિત મુખ્ય રોલમાં ચમકી રહી છે.હવે આ ફિલ્મ ૨૦૧૯ના ફેબુ્રઆરીની ૨૨મીએ રજૂ થશે એવી જાહેરાત કરવામાં આવી હતી. બીજી બાજુ ૨૨ ફેબુ્રઆરીએ જે ફિલ્મ રજૂ થવાની હતી એ દે દે પ્યાર દે દે હવે એપ્રિલરની ૨૬મીએ રજૂ થશે.
અજયે સોશ્યલ મિડિયા પર આ જાહેરાત કરતાં જણાવ્યું કે વીએફએક્સ (સ્પેશિયલ ઇફેક્ટ્‌સ )ની કામગીરીમાં વધુ સમય અને શકિત લાગ્યાં હતાં પરિણામે આવો આકરો નિર્ણય લેવાની અમને ફરજ પડી હતી.
જા કે એવી પણ વાતો વહેતી થઇ હતી કે હાલ દે દે પ્યાર દે દેના નિર્માતા લવ રંજન સામે પણ જાતીય દુરાચારના આક્ષેપો થયા છે અને હાલ વાતાવરણ ગરમ છે. વાતાવરણમાં થોડી ટાઢક થાય ત્યારબાદ આ ફિલ્મ રજૂ થાય તો એના બિઝનેસને પ્રતિકૂળ અસર ઓછી થાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY