મુંબઈ,તા.૨૬
અભિનેતા નિર્માતા અરબાઝ ખાને કહ્યું હતું કે ભાઇ સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી મારી ફિલ્મ દબંગ થ્રી ૨૦૧૯ની આખરમાં રજૂ થશે. દરમિયાન, હું મારા પિતા સલીમ ખાનની ડોકિયુંમેન્ટરી બનાવવાનું વિચારું છું.
‘કારકિર્દીના આરંભથી માંડીને આજ સુધીમાં મારા પિતાએ વિપુલ સર્જન કર્યું છે અને એનું ડોકિયુંમેન્ટેશન થાય એ જરૃરી છે એવું અમને લાગે છે.મારા પિતા સાથે આ સંદર્ભમાં મેં વાત કરી રાખી છે.
‘મેં સંજુ ફિલ્મ જાઇ છે અને મને એમાં રણબીર કપૂરનું કામ ગમ્યું છે. મારા પિતાનો રેલ અન્ય કલાકાર પાસે કરાવવાનો હોય તો મારી દ્રષ્ટિએ રણબીર કપૂર શ્રેષ્ઠ છે. મારા પિતાના જીવનના વિવિધ તબક્કા ખરેખર રસપ્રદ રહ્યા છે. એ પરદા પર રજૂ થાય તો આવતી પેઢી માટે પ્રેરક બની શકે એવું મને લાગે છે’ એમ અરબાઝ ખાને કહ્યું હતું.ઔએણે એવી માહિતી આપી હતી કે દબંગ થ્રી આવતા વર્ષના ફેબુ્રઆરીની આખરમાં કે માર્ચના આરંભે ફ્લોર પર જવાની શકીયતા છે. અત્યારે અમે એની પૂર્વતૈયારી કરી રહ્યા છીએ.
મલાઇકા અરોરા ખાન સાથેના સોળ સત્તર વર્ષના લગ્નજીવનનો અંત આવ્યા બાદ હવે અરબાઝ ફરી કોઇ અફેરમાં પડયો હોવાના સમાચાર અંગે પૂછતાં એણે કહ્યું કે આ તો લોકશાહી છે. જેને જે બોલવું હોય તે બોલવા દો. હું મારી અંગત બાબતો વિશેના સવાલના જવાબ નહીં આપું. અંગત બાબત અંગત છે. વરસોનું લગ્નજીવન એમ રાતોરાત તૂટી જતું નથી. એની પાછળ ઘણાં કારણો હોય છે.
એણે કહ્યું કે આજે મને ફિલ્મોદ્યોગમાં બાવીસ વર્ષ થયાં એટલે અનુભવે મને સમજાયું છે કે કઇ બાબતે કેટલું અને કેવું બોલવું ? મિડિયાનું કામ પોતાની પ્રોડક્ટને વેચવા જાતજાતનાં ગતકડાં કરવાનું હોય છે. મારે જે સવાલના જવાબ આપવા છે એેજ હું આપીશ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




