તા. ૧૪ જુલાઈ ના રોજ ભાવનગર શહેરમાં યોજાનાર શ્રી જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે જાહેરનામુ જારી કરાયુ

0
92

ભાવનગર;શનિવાર; ભાવનગર શહેરમાં આગામી તા.૧૪/૦૭/૨૦૧૮ને અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થનાર છે, જેમાં શ્રી જગન્નાથજીની રથયાત્રા તા.૧૪/૦૭/૨૦૧૮ના રોજ સવારના ૮-૦૦ કલાકથી સુભાષનગર, ભગવાનેશ્વર મહાદેવજી મંદીરેથી નીકળી ભાવનગર શહેરનાં લોકોની વધુ અવર-જવરવાળા ગીચ વિસ્તારોમાંથી પસાર થનાર હોવાથી રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફીકનું નિયમન કરવું અનિવાર્ય જણાય છે.

સબબ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧(સને ૧૯૫૧ના ૨૨ માં અધિનિયમ)ની કલમ-૩૩(૧)(બી) થી મને મળેલ અધિકારની રૂઇએ હું ઉમેશ વ્યાસ(જી.એ.એસ.), અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, તા.૧૪/૦૭/૨૦૧૮ના રોજ સવારના ૫-૦૦ કલાક થી ૯-૦૦ કલાક સુઘી પટેલ પાર્ક થી સુભાષનગર ચોક સુધીનો રસ્તામાં વાહન નહી પ્રવેશવા દેવા અને આ રસ્તા પર પસાર થતા વાહનોને નીચે મુજબના રસ્તાઓ ઉપર ટ્રાફિકનું ડાયવર્ઝન કરવા આથી ફરમાવુ છું.

રસ્તાનું નામ:-

(૧)     ભાવનગર એરપોર્ટથી પટેલ પાર્ક તરફ જતા વાહનોને શિવાજી સર્કલ તરફ ડાઇવર્ટ કરવા.

(ર)      પટેલ પાર્ક એરપોર્ટ તરફ જતા વાહનોને લાલબહાદુર શાસ્ત્રી સર્કલ થી જમણી સાઇડ ઘોઘા રોડ પો.સ્ટે. તરફ આવતા રોડ તરફ તથા ડાબી સાઇડ આનંદનગર તરફ જતા રોડ બાજુ વાહનો ડાઇવર્ટ કરવા.

આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવા અંગેના વાહનો તથા રથયાત્રામાં નિયમાનુસાર નોંઘાયેલ સામેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે. સદરહું જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા થઇ શકે છે.

” જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY