મોરબી તાલુકા પોલીસે ઘૂટું ગામના રહેણાંક મકાન પર દરોડો કરીને જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૭૧,૧૫૦ ની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલ સહિતની ટીમે બાતમીને આધારે ઘૂટું ગામે રહેતા સુરેશભાઈ રાઘવજીભાઈ પરેચાના મકાનમાં દરોડો કરતા જુગાર રમી રહેલા મકાનમાલિક સુરેશભાઈ રાઘવજીભાઈ પરેચા, મનસુખભાઈ વેલજીભાઈ મોરસાણા, દિનેશભાઈ પ્રભુભાઈ સાથલીયા, કેતનભાઈ રતિલાલભાઈ સોરીયા અને જગદીશભાઈ અમરશીભાઈ ધોરીયાણી રહે. બધા ઘૂટું તા. મોરબી વાળાને ઝડપી લઈને કુલ રોકડ ૭૧,૧૫૦ જપ્ત કરી તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી 9737075717
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




