ઉપલેટા શહેર પોલીસ સ્ટેશન ખાતે એસપી અને ડીવાયએસપીની સુચના અનુસાર વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજાયો

0
176

આજરોજ તા. ૪/૮/૧૮ ને શનિવારના રોજ ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ પોલીસ સ્ટેશન ખાતે ઉપલેટા પીઆઈ એલ. એલ. ભટ્ટ તથા પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ પોલીસ સ્ટેશન થી પોલીસ લાઈન સુધીના કમ્પાઉન્ડમાં ૨૦૦ મીટર ના વિસ્તારમાં જે મુખ્ય માર્ગો આવેલા છે તેની બંને સાઈડમાં આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા એસપી તથા ડીવાયએસપી ની સુચના મુજબ આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વૃક્ષારોપણ પોલીસ અને મહિલા કર્મીઓ તેમજ પીઆઈ એલ. એલ. ભટ્ટના હસ્તે કરવામાં આવ્યુ હતું. ગ્લોબલ વોર્મિંગ ને લીધે દિવસે ને દિવસે થતા વાતાવરણના ફેરફારોને લઈને તેમજ જાળવણી સંદર્ભે આ કાર્યક્રમ યોજાયો હતો. પીઆઈ ભટ્ટ ના જણાવ્યા અનુસાર વૃક્ષારોપણ બાદ તેની જાળવણી પણ એટલી જ આવશ્યક છે. આ અગાઉ પણ આ પોલીસ સ્ટેશનમાં ઘણા વૃક્ષો વાવીને ઉછેરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY