ઉધના દરવાજા પાસે સ્કૂલ રિક્ષાને સીટી બસે અડફેટમાં લેતા ત્રણ વિદ્યાર્થી ઘાયલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઅો સિમ્ગા સ્કૂલના હતા

0
8
સુરત, તા.૩
આજે સવારે ઉધના દરવાજા પાસે સીટી બસ અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માત સજાર્યો હતો. રિક્ષા પલટી જતા ૩ વિદ્યાર્થીઅોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આજે સવારે ઉધના દરવાજા પાસે સીટી બસ ચાલકે પૂર ઝડપે બસ હંકારીને સ્કૂલ અોટોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સ્કૂલ અોટો પલટી જતાં અંદર બેસેલ વિદ્યાર્થીઅો ઘવાયા હતા. તાત્કાલિત અન્ય વાહન ચાલકો અને રાહદારીની મદદથી રિક્ષામાંથી વિદ્યાર્થીઅોને બહાર કાઢવામાં આવ્યા હતા. ૧૦૮ની મદદથી ઘવાયેલા ત્રણ વિદ્યાર્થીઅોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ રિક્ષા સિમ્ગા સ્કૂલની હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ ૧૧ના ત્રણે વિદ્યાર્થીઅોને સામાન્ય ઈજા થઈ છે. આ બનાવ અંગે સીટી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY