સુરતમાં મહત્તમ ૩૩.૪ ડિગ્રી તાપમાન
સુરત, તા. ૧૬
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનમાં વધારો ઘટાડો નોધાઈ રહ્યુ છે. આજે ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાવાની સાથે ગરમીમાં ૨ ડિગ્રીનો વધારો નોધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોધાયું છે જે ગતરોજ ૩૧.૬ ડિગ્રી નોધાયું હતુ. ન્યુનત્તમ તાપમાન ૧૮.૮ ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા તથા હવાનું દબાણ ૧૦૧૫.૬ મિલિબાર નોધાયું છે. શહેરમાં ઉત્તરપૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યુ છે.
નવસારીમાં આજે અધિકત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૩.૦ ડિગ્રી નોધાયું છે. ગતરોજની સરખામણીએ તાપમાન યથાવત છે. વલસાડમાં આજે સવારે અધિકત્તમ તાપમાન ૩૩.૯ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી નોધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો નોધાયો છે. ઉત્તર દિશાથી ફૂંકાઈ રહેલ પવનના લીધે ગરમીમાં વધારો થઈ રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



